Saturday 14 April 2012

આ કંપનીને જોઇએ છે 10,000 નવા કર્મચારીઓ

ટેક મહિન્દ્રા લિ અને સત્યમ કોમ્પ્યુટર સર્વિસીઝના મર્જરથી બનેલી સંયુક્ત કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 10,000 નવા કર્મચારીઓની ભરતી કરી શકે છે, તેમ ટેક મહિન્દ્રાના સીઇઓ વિનીત નાયરે જણાવ્યું હતું.

બંને કંપનીઓમાં મળીને કુલ 75000 કર્મચારીઓ છે. માર્ચમાં પુરા થયેલા નાણાકીય વર્ષના પહેલા 9 મહિનામાં ટેક મહિન્દ્રાએ 4413 કર્મચારીઓની ભરતી કરી હતી, જ્યારે સત્યમે 3014 કર્મચારીઓ નવા લીધા હતા.

સત્યમના સ્થાપકે ભારતની સૌથી મોટી નાણાકીય છેતરપિંડીઓમાંની એકની કબૂલાત કરતા 2009માં સરકારના ટેકા દ્વારા કરવામાં આવેલી હરાજીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એક યુનિટ ટેક મહિન્દ્રાએ સત્યમને ખરીદી હતી.

લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે મર્જર આવકની દ્દષ્ટિએ ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી સોફ્ટવેર કંપનીનું સર્જન કરશે. 

Source: Divya Bhaskar

No comments:

Post a Comment